હેલો નમસ્કાર મિત્રો!
આજના આ લેખમાં આપણે વાત કરીશું ગુજરાતના નાના, મોટા અને સીમાંત ખેડૂતો માટે ખુબજ ઉપયોગી યોજના વિશે – ખેડૂત સહાય યોજના 2025. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ ખેડૂતોને 50% થી લઈને 75% સુધીની સહાય મળે છે. તો ચાલો જાણીએ કઈ રીતે અને કયા ડોક્યુમેન્ટ સાથે તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો.
ખેડૂત સહાય યોજના હેઠળ શું-શું સહાય મળે છે?
ગુજરાત સરકારના આ યોજના અંતર્ગત અનેક પ્રકારની સહાય આપવામાં આવે છે, જેમ કે:
- પાણીના ટાંકા બનાવવા માટે સહાય
- ટ્રેક્ટર ખરીદવા માટે સહાય
- બોરિંગ માટે સહાય
- લીલા શાકભાજીની વાળી બનાવવા માટે સહાય
આ તમામ ઘટક યોજનામાં ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે.
ફોર્મ ભરવાની તારીખ કઈ છે?
આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનું ફોર્મ 1 એપ્રિલ 2025થી શરૂ થશે.
જે ખેડૂતો સહાય લેવા માંગતા હોય તેઓ આ તારીખથી પહેલે પોતાના ડોક્યુમેન્ટ તૈયાર રાખે.
તમે ફોર્મ તમારા મોબાઈલથી ઘરે બેઠા પણ ભરી શકો છો કે પછી નજીકના CSC સેન્ટર જઈને પણ સહાય લઈ શકો છો.
ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?
ફોર્મ ભરતા પહેલા નીચેના જરૂરી દસ્તાવેજો તમારા પાસે હોવા જોઈએ:
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- રાશન કાર્ડ
- બેન્ક એકાઉન્ટ નંબર
- સાતબારની નકલ
- આવકનો પ્રમાણપત્ર
- જાતિનો પ્રમાણપત્ર (જરૂર જણાય ત્યારે)
આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખીને તમે સરળતાથી ફોર્મ ભરી શકો છો.
કયા ખેડૂતો અરજી કરી શકે?
- નાના અને સીમાંત ખેડૂત
- ગુજરાત રાજ્યના રહેવાસી
- ખેતી માટે જમીન ધરાવતા ખેડૂત
ફોર્મ કઈ રીતે ભરવો?
- તમારું મોબાઈલ ખોલો
- ikhedut.gujarat.gov.in પર જાઓ
- "યોજના માટે અરજી કરો" પર ક્લિક કરો
- જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને મળેલ રસીદ સાચવી રાખો
મહત્વપૂર્ણ સૂચના
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો સમયસર ફોર્મ ભરી દો.
જો આગળ કોઈ દસ્તાવેજ માં ખામી આવે તો અરજી નામંજૂર થઈ શકે છે.
અંતમાં...
મિત્રો, ખેડૂત સહાય યોજના એટલે તમારી ખેતી માટે સહારો, વિકાસ માટે સાતથ અને ટેકનિકલ સહાય માટે શરુઆત.
જો તમારું પ્રશ્ન હોય કે વધુ માહિતી જોઈએ તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો.
અને હા, આવી સરકારી યોજનાઓ વિશે સતત માહિતી મેળવવી હોય તો અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
આભાર અને ફરી મળીએ અન્ય એક ઉપયોગી માહિતી સાથે!
શું તમને આ પોસ્ટ ઉપયોગી લાગી? તમે શેર કરો જેથી અન્ય ખેડૂત મિત્રો પણ લાભ લઈ શકે.

